Mihir Pathak | મિહિર પાઠક

Week 42 - 43 /2026

· Mihir Pathak

12th to 26th Oct 2026

Week 42

⁂

Week 43

આ અઠવાડિયું ટીમ માટેના વર્કશોપ માં ગયું.મને આશા હતી એના કરતા વધારે સરસ ચર્ચા થઇ વર્કશોપ માં. મૂલ્ય ફાઉન્ડેશન વાળા બે મિત્રો પણ ખાસ વડોદરા થી આવીને વર્કશોપ માં જોડાયા એ મને ખુબ હર્ષની વાત હતી. ખાધું - પીધું - ફિલ્મો જોઈ - લેખ વાંચ્યા અને એજ્યુકેશન ફોર હાર્મની ઉપર ઊંડી ચર્ચા કરી. હું તાવની નબળાય માંથી હાજી ભાર આવ્યો જ હતો. મને લાગતું હતું કે બહુ પ્લાંનિંગ કર્યું નથી તો વર્કશોપ સારો નહીં જાય પણ, સરસ ચર્ચા ઉઘડી. બધાએ ભાગ પણ લીધો. અમે પહેલા યુવા શિબિર કરતા એની યાદ આવી ગઈ.

વર્કશોપ માં ચર્ચા સાથે સમૂહ જીવનનો નાનકડો પ્રયોગ પણ કર્યો. જેમાં મારા ઘરે બધા ટીમના મિત્રો આવે, બધા સાથે જમવાનું બનાવીએ અને મોજ કરીએ. એક બીજાને ઓળખવાની , વધુ નજીક આવવાની અનેરી તક. આમ મોટા ભાગના ટીમના મિત્રો ગુજરાત વિદ્યાપીઠમાં ભણ્યા છે એટલે સમૂહ જીવનનો ખરો ખરો ખ્યાલ તો એમને હતો જ પણ તેમ છત્તા આ પ્રયોગ માં મજા પડી.

પ્રરણાએ સરસ આઉટડોર સેશન લીધું , વિષય આપ્યો - સૂર્ય પ્રકાશ બધાએ પોતાની આસપશ સૂર્ય પ્રકાશનું અવલોકન કરવાનું અને પછી વોટર કલર દ્વારા અભિવ્યક્ત કરવાનું

અમારા ગ્રુપ માંથી 2 -3 લોકો એ પહેલી વાર બ્રશ થી સીધું પેઇન્ટિંગ કરીને પોતાની જાતને અભિવ્યક્ત કરી હતી. તેમના માટે નવો અને અદભુત અનુભવ રહ્યો. મને આશ્રય થયું કે આટલી સરળ પ્રવૃત્તિ માં કેટલી શક્યતાઓ રહેલી છે.

અમે લગભગ 6 મહિના થી નવા ઘર માં શિફ્ટ થયા. ઘણો બધો સમાન એવો હતો કે જે હજી અમે ખોખા માંથી કાઢ્યો જ નહતો. ખાસ કરીને પુસ્તકો અને ડેકોરેશનનો સમાન. હવે દિવાળી આવવાની છે, એમેજોન પરથી ખીલી વગર ચોંટાડી શકાય એવા હુક + પુસ્તકો માટે એક બુક સેલ્ફ મંગાવી લીધા છે. એટલે ધીમે ધીમે હવે ઘરનો શણગાર શરૂ કર્યો છે.

ત્રણ દિવસના ટિમ વર્કશોપ પછી હું થાકી ગયો હતો , સોસીયલ બેટરી એક્દમ ડાઉન થઇ ગઈ હતી. એટલે રવિવાર એકદમ સ્લો સન્ડેની રીતે વીતી રહ્યો હતો. પણ પછી સાંજે અમારી મિત્ર સાક્ષી, સાક્ષીની મમ્મી અને એનું ડોગી લુના મળવા માટે આવ્યા. પહેલા મને થોડું લાગ્યું કે શું કરીશું, ને બહુ વાત કરવાનું મન નથી.. પણ ડોગી હતું એટલે ઘરનું વાતાવરણ એકદમ લાઈવ બની ગયું

આ અઠવાડિયું આમ ચીલ છે અને આમ થોડું મથામણ ભર્યું છે. નિશના 31 મી એ આવે છે અને 8 તારીખ સુધી રોકાશે. અમે મળીને પપેટ શો ઉપર કામ કરીશું.

મેં ક્લોડની મદદ થી વેબસાઈટ બનવાનો પ્રયત્ન કરી જોયો પણ હાજી મને જે પર્સનલ ટચ અને એસ્થેટિક્સ જોઈએ છે એ નથી આવી રહ્યા. મને હાથ કારીગરી કરેલી વસ્તુ જોઈએ છે જેમાં મિહિરનું વ્યક્તિત્વ ઝળકે. પણ હજી કઈ રસ્તો મળ્યો નથી. કન્ટેન્ટ માં પણ અમુક ચીજો અટકેલી છે. જોઈએ કેવું ક થાય છે. કાશ હું ડિઝાઈનર હોત…

ઓવરઓલ બધું ઠીક થાક છે. ટ્રાવેલિંગ ના કારણે થોડું એવું થાય છે કે ઓફિસ અને ઘરનું રૂટિન સેટ ન થાય, બિલોન્ગિગ ન લાગે. આખરે તો એવું જ થાય છે કે મારી ડાયરી, પેન અને લેપટોપ હોય એ મારુ ઘર - વર્કશોપ હોય કે મિટિંગ હોય બધે એ ચાલશે. પણ વર્કશોપ - પ્લાનિંગ અને બીજી અનિશ્ચિતતાઓ સામે રૂટિન હોવું , થોડુંક ફરી માઈન્ડ હોવું ઘણી રાહત આપે છે. મને અમુક વાર મારી પાછલી ઓફિસ યાદ આવે જ્યાં એ પ્રકારની થોડી નિશ્ચિતતા હતી. પણ કરીશું કંઈક… ધીમે ધીમે

swipe or use the arrows · tap a photo to enlarge

#weekly-notes #personal

Reply to this post by email ↪