Week 32/2024
3rd to 10th August 2024
- Came to gulmahor evryday with Nidhi
- We (Mihir & Nidhi) met harshal from wipro eartian on 7th august. It was wonderful meeting. We got to know that he runs interesting children magazine called ‘Kulfi’ in marathi.
- Nidhi worked on session planning
- House huntting
Sent this email to namrata di and vishal bhai :
આપણે વાત કરવા માટેનો સમય સેટ નથી થઇ રહ્યો એટલે મેં વિચાર્યું કે ઈમેલ જ કરું, શાંતિ થી પોતાના સમયે વાંચી શકાય
અત્યારે શું ચાલી રહ્યું છે :
-
મારુ પ્રથમ માં કામ ધીમે ધીમે ચાલી રહ્યું છે. મારે વેસ્ટ મેન્જમેન્ટ, કલામેન્ટ ચેન્જ વિષય પર વિવિધ વિડીયો માટેની સ્ક્રીપ્ટ લખવાની હોય છે. મારો તો સ્ક્રીપ્ટ લખવાનો પહેલો અનુભવ છે એટલે મને થોડી વાર લાગે, બ્રેઈન સ્ટોર્મ કરવા જોઈએ, ક્રિએટિવ કામ છે પણ અહીં આ લોકો એકદમ ફેક્ટરી અપ્રોચ વાપરે છે એટલે મને ખુબ સ્ટ્રેસ થાય. ટિમ આખી રીમોટ્લી કામ કરે છે, એના ફાયદા છે પણ ગેરફાયદા પણ છે. કોઈ કલ્ચર અથવા કામ સિવાય વાત નહિ. એક વખત રેઝિગ્નેશન આપવાની કોશિશ કરી પણ ટીમ લિડે કીધું કે તારું કામ બદલી નાખીએ એટલે તને થોડી મજા આવે :) આમ કરી કરી ને ચાલે છે. કેટલીક વાર બધું અર્થ વગરનું લાગે, કોઈક વાર નવું શીખવા મળે છે, મન ઉપર કામ થઇ રહ્યું છે..
-
નિધિ અહીં પાછી આવી ગઈ છે. એની ફેલોશીપ નું કામ શરૂ કરશે, અમિત ભાઈ અને બીજા એક બે મિત્રો બાળકો શોધવા માં મદદ કરી રહ્યા છે. અત્યારે 3 લર્નિંગ સેન્ટર ઉપર બાળકો સાથે નેચર એજ્યુકેશન પર કામ થશે એવું ગોઠવ્યું છે.
-
હું અહીં રામેશ્વરી બેન ની સંસ્થાના બાળકો સાથે થોડો સમય વિતાવું છું. લોકલ ખોજી કરીને ‘લોકલ સિવિક પ્રોબ્લેમ સોલવિંગઃ’ ઉપર એક કોર્સ લીધો. આ ગ્રુપ આપણા 12+ ના ગ્રુપ જેવું જ છે. એમની સાથે નાના નાના પ્રોજેક્ટ કરું છું. એ લોકો માટે ઇન્ટર્નશિપ ડિઝાઇન કરી રહ્યા છે. હું વિચારતો હતો કે બીમી ના બાળકો પણ અહીં ઇન્ટર્નશિપ કરવા માટે આવી શકે.
-
ઈમ્પના અને સાત્વિકા સાથે અઠવાડિયા માં એક વખત વાત થઇ જાય છે. પોડકાસ્ટ વાળા પ્રોજેક્ટ પાછો શરૂ કરવાનો છે. કોશિશ કરી રહ્યા છે.
ઘરે શું ચાલી રહ્યું છે :
-
ઘણી વાર મને લાગે કે અમે વડોદરા આવવાનો નિર્ણય ખોટો લઇ લીધો. એ વખતે નિધિ ને થિન્ક ટેક માં ન ફાવ્યું, એ બીમી માં સેટ થશે કે નહિ એ મને ડાઉટ હતો, ઘરે મમ્મી ને અને પપ્પા ની તબિયત સારી નહોતી રહેતી, સગાઈ માટે પણ અમે લોકો અહીં એમની સામે હતા તે સારું રહ્યું , જો અહીં રહેવા ન આવ્યા હોત તો સગાઈ માટે અઘરું પડત. આ બધું જોતા વડોદરા આવવાનો નિર્ણય બરાબર લાગે છે. પણ બીમી ને ખુબ મિસ કરું છું હું. મને ઘણા વર્ષો પછી મારે જેવું કામ કરવું હતું એના માટેનું પ્લેટફોર્મ મળ્યું હતું, પણ હું ચાહતો હોવા છતાં કામ ન કરી શક્યો.
-
નિધિ હમણાં લગ્ન ન થાય ત્યાં સુધી અલગ ઘર માં રહેવાની છે. એના ઘરે થી સાથે રહેવાની પરમિશન નથી, મારા ઘરે એવો કઈ વાંધો નથી પણ… + એનો નાના ભાઈએ 12 પછી એક વર્ષનો બ્રેક લીધો છે, એટલે એ પણ રહેવા આવવા માંગે છે એટલે એવું સેટ કર્યું છે હમણાં. ઘર શોધી રહ્યા છે.
-
ઘરે એક દિવસ મેં નિધિ સાથે વાસણ ઘસ્યા એમાં મમ્મી - પપ્પા ને બહુ ખરાબ લાગ્યું. એમને એવું થયું કે નિધિ મારી પાસે કામ કરાવે છે. મેં કીધું કે અમે બંને મળીને કામ કરી રહ્યા છે. પણ એ ન માન્યા, નિધિ કઈ મને ફોર્સ કરીને નહોતી બોલાવતી. બીજી રીતે પણ એ લોકો એવી એક્સપેક્ટેશન રાખે કે નિધિ જોબ ના કરે બસ ઘરનું કામ કરે.. પપ્પા ને તો હજી આ સંબંધ ગમતો જ નથી, પૈસાની બાબતે પણ એમને એવું થાય.. નિધિ ની જોબ નહોતી ત્યારે મેં નિધિ ને મેં થોડી મદદ કરી હતી એમાં એમને વાંધો પડી ગયો.. કેમ એને પૈસા આપ્યા.. આ છોકરી બધા પૈસા પડાવી લેશે ને આવું બધું.
મને બહુ જ ગુસ્સો આવે, પણ કોને કહું કેવી રીતે આમાં આગળ વધુ ખબર નથી પડતી, મને લાગતું હતું મમ્મી સમજશે, એ પણ આવી જ બધી વાતો કરે છે. તો હમણાં આ બધી વાતનો સ્ટ્રેસ ચાલે છે.
ચાલો હમણાં આટલી અપડેટ રાખીએ, પછી પાછા વધારે વાત કરીશું
આવજો