તંત્ર એટલે શું? - Philosophy of tantra in day to day life
It was my long due wish to write a reflective note about a video of Subhash Bhatt on tantra vidhya.
Tantra is not black magic :)
Principles of tantra :
- પૃથ્વી પરના જીવન - રંગ, રસ , રૂપ માં જે આનંદ લે છે.. ઉત્સવ બનાવે છે.
- જીવનને સમગ્રતા થી સ્વીકાર કરે છે. ઉજાસ ને સ્વીકારે છે.
- તંત્ર ડેમોક્રેટિક છે. બધાનો સ્વીકાર છે. જાતિ, જેન્ડર, ધર્મ, અમીર - ગરીબ
- વિઘ્નો સાધન છે. યાત્રા સાધ્ય છે. વિઘ્નો સાધના નો ભાગ છે. વિઘ્નો તમને વધુ મજબૂત બનાવે છે.
- આ ક્રિયા યોગ છે. અશક્તિ વિનાનો આનંદ છે. આનંદ માટે નીકળ્યા હોય ત્યારે નામ ન પૂછો. જીવનમાં સમગ્રતા થી ભાગ લે.
- પળની અંદર સંગ્રતા થી ભાગ લે અને પળને શાશ્વતી બનાવી લે. Live the moment, it will give you sense of eternity.
- ઇન્દ્રિયો પારનો રસ્તો ઇન્દ્રિયો માં થઈ ને જાય છે. પરમ નો રસ્તો નગર માં થઈ ને જાય છે. જે માણસ નદી ઓળંગે અને ભીંજાય નહીં એનો કોઈ અર્થ નહીં. હું ભીંજાવ, છોળો ઉછાળતો જાવ..
- અસલામતી માં જીવન પાંગરે છે. જીવન ખાતર જુગાર છે. તક મળે તો જુગાર રમી લેવાનો.
- જેને શ્રેષ્ઠ જીવવું છે એને શ્રેષ્ઠ દાવ પર પણ મૂકવું પડે છે.
- પતન એ ઉત્થાનનો જ ભાગ છે. ભટકવું, ખોવાઈ જવું એ બધું જ.. અંધકાર એ ઉજાસનો જ ભાગ છે.
- સ્થૂળ માંથી પસાર થયા વગર સૂક્ષ્મ પમાતુ નથી. જેને દેહનો પ્રેમ નથી કર્યો એ મનના સ્તરે શુ જશે, જે મનના સ્તરે નથી ગયો એ આત્માના સ્તરે શુ જશે.
- પૃથ્વીનો સંપર્ક છૂટી જાય એ વૃક્ષ ફળ નથી આપતું. જીવન સાથેનો સંપર્ક અચૂક રાખવો. ચૈતન્યનું લક્ષણ વિસ્તાર છે.
- જીવનમાં જે સર્જાય છે.. સંગીત, ચિત્ર, બધાને બે હાથ પહોળા કરીને આવકાર.
Tantra in day to day life
-
વધુ ઇન્દ્રિયમય બનો. ઇન્દ્રિયોને ધિક્કારો નહિ. Trust your senses
-
મનને પડતું મુકો. આપણને દરેક ક્ષણે મનની જરૂરી નથી. ‘મન મૂકીને ને નાચો’ When you experience anything with senses live it thoroughly.
-
અપરાધ ભાવ છોડી દેવાની જરૂર છે. કેટલાક લોકો આંનદ ને જ અપરાધ ગણે છે. દમન ને જવાદો. અપરાધ ભાવ છૂટી જશે તો મનની પકડ ઢીલી થઈ જશે. leave this : this is good , that is bad
-
જીવનને અભિવ્યક્તિ આપવાની જરૂર છે. મુક્ત રીતે અભિવ્યક્ત કરો. આનંદ જ જીવનનું સાધ્ય, સાધન અને સાધના છે. ત્યાગ વૈરાગ એ પરમ તત્વ નથી. પરમ તત્વ તો રસરાજ છે , રંગ રાજ છે, નટરાજ છે વિનોબા : એક ઉંમર માં આનંદ પ્રાપ્તિ ધ્યેય હોય છે. પછી આનંદ ની પરિશુધ્ધ ધ્યેય બને. કામ - પ્રેમ - ધ્યાન - પ્રકાશ